Indian poet
નરસિંહ મહેતા
કવિ નરસિંહ મહેતાનો જન્મ ૧૫મી સદીમાં વડનગર પરિવારમાં થયો હતો. નરસિંહની વાચા ‘રાધા કૃષ્ણ’ શબ્દથી ફૂટી હતી. ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના પિતા અને જ્યારે અગિયાર વર્ષના હતા ત્યારે માતા અવસાન પામ્યા. ત્યાર બાદ કાકા પર્વતદાસને ઘેર ઉછરી મોટા થવા લાગ્યા. વળી કાકાનો સ્વર્ગવાસ થતા તેઓ પીત્રાઈ ભાઈના આશ્રિત થયા. ભાભીનાં મહેણાં-ટોણાંથી કંટાળેલા નરસિંહ ગોપીનાથ મહાદેવ ચાલ્યા ગયા. જયાં તેમને પ્રભુ મિલનનો અદ્ભુત અનુભવ થયો. નરસિંહને ભજન સિવાય કશામાં રસ ન હતો. માણિકય (માણેક) ગૌરી સાથે લગ્ન થયા બાદ પુત્ર શામળશા અને પુત્રી કુંવરબાઈનો જન્મ થયો. નરસિંહના જીવનન અને હારના ચાર પ્રસંગો ઇશ્વર પ્રત્યેની તેમની અપાર ભક્તિનાં દૃષ્ટાંતો છે. હરિજનવાસમાં ભજન કરવા જતાં નરસિંહને નાગરી નાતે નાત બહાર મૂકયા હતા. અંગત પ્રસંગોમાં અને જુનાગઢના રાજા રા’માંડલિક સાથે ચમત્કારિક ઘટનાઓ બની. ‘ઝૂલણા’ છંદ અને ‘રાગ તેમના ખાસ પ્રિય, અને જ્ઞાનમાર્ગની પરંપરાના પહેલા ઉત્તમ કવિ હતા. આમ નરસિંહ સાચા ભકત અને હતા.
ચોરીનું આળ ચઢાવામા આવ્યું વગેરે પ્રસંગે સ્વયં ભગવાને તેમના વિધ્નો દૂર કર્યા હતાં. આ પ્રસંગોને વર્ણવતી નરસિંહની રચનાઓ ‘શામળશાનો વિવાહ’, હાર’, ‘હૂંડી’, ‘કુંવરબાઇનું મામેરું અને ‘શ્રાધ્ધ’ જેવી રચના મળી છે. આ ઉપરાંત તેમણે ‘શૃગારમાળા’, ‘ગોવિંદગમન’ અને ‘રાસસહસ્ત્રપદી’ની પણ રચના કરી છે. તેમણે ‘સુદામાચરિત્ર’ની રચના દ્વારા ગુજરાતી આખ્યાન પરંપરાની સ્થાપના કરી હતી જેને પ્રેમાનંદે આગળ ધપાવી હતી.
આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમા થયો હતો. નરસિંહ મહેતાના જીવન વિશે કોઇ આધારભૂત વિગતો મળતી નથી. આથી તેમના જીવન વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. એમના પિતાનુ નામ કૃષ્ણદાસ અને માતાનું નામ દયાકોર હતું એમ માનવામાં આવે છે.
તેમના લગ્ન માણેકગૌરી સાથે થયા હતા. સંતાનમા એક પુત્રી કુંવરબાઇ અને પુત્ર શામળશાને જન્મ આપી માણેકગૌરી બીમારીથી મૃત્યુ પામ્યા હતા. નરસિંહ મહેતા સંસારી હોવા છતાં સંસારથી અલિપ્ત રહી કૃષ્ણભક્તિમાં રચ્યા પચ્યા રહેતા. તેમની સમગ્ર કવિતામા કૃષ્ણપ્રેમ અને સમર્પણ છે. એક માન્યતા મુજબ તે મીરાબાઇના સમકાલીન હતા, તો કેટલાક વિદ્વાનો તેમને મીરાબાઇ કરતાં પહેલા થઇ ગયા હોવાનું માને છે. ગુજરાતી ભાષામા ઊર્મિકાવ્યનો પ્રારંભ નરસિંહ મહેતાએ કર્યો હતો અને એટલેજ તે આપણા ‘આદિકવિ’ કહેવાય છે. ઝૂલણા છંદમા રચાયેલા નરસિંહના પ્રભાતિયાં સાંભળી સૈકાઓથી ગુજરાતીઓનું પરોઢ ખીલે છે. અંતરના ઊંડાણમાંથી આવતા તેમના ભક્તિરસયુક્ત પદ હ્રદયસ્પર્શી છે.
એક પ્રચલીત માન્યતા મુજબ નરસિંહ મહેતાના ભજનો સાંભળી સાક્ષાત ભગવાન કૃષ્ણ તેમને દર્શન દેતાં હતાં. એટલુજ નહીં પુત્રી કુંવરબાઈનું મામેરું, પુત્ર શામળશાના વિવાહ, સગાળશા શેઠને હૂંડી, શ્રાદ્ધ અને તેમના પર હારની ચોરીનું આળ ચઢાવામા આવ્યું વગેરે પ્રસંગે સ્વયં ભગવાને તેમના વિધ્નો દૂર કર્યા હતાં. આ પ્રસંગોને વર્ણવતી નરસિંહની રચનાઓ ‘શામળશાનો વિવાહ’, હાર’, ‘હૂંડી’, ‘કુંવરબાઇનું મામેરું અને ‘શ્રાદ્ધ’ જેવી રચના મળી છે. આ ઉપરાંત તેમણે ‘શૃંગારમાળા’, ‘ગોવિંદગમન’ અને ‘રાસસહસ્ત્રપદી’ની પણ રચના કરી છે. તેમણે ‘સુદામાચરિત્ર’ની રચના દ્વારા ગુજરાતી આખ્યાન પરંપરાની સ્થાપના કરી હતી જેને પ્રમાનંદે આગળ ધપાવી હતી.
ગુજરાતી ભાષાના સહુપ્રથમ ચિત્રપટ પણ નરસિંહ મહેતા પર બનાવામાં આવ્યું હતું એટલુ જ નહીં ભારતમા કોઇ એક વ્યક્તિના જીવન પર સહુથી વધુ ચિત્રપટ બન્યા હોય તો તે નરસિંહ મહેતા છે.
નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઇ વરસાદ વરસાવ્યો હતો. ભવિષ્યમા તેમના વંશમા થઇ ગયેલા તાના-રિરિ બહેનોએ પણ મલ્હાર રાગ ગાઇ તાનસેનની દેહાગ્નિને શામી હતી.
પ્રેમાનંદ સ્વામી
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની ગોપીનું બિરુદ પામેલાં સંતકવિ શ્રી પ્રેમાનંદ સ્વામી સ્વામિનારાયણીય અષ્ટકવિઓમાં અનોખું સ્થાન ધરાવતા સંત કવિ હતા.તેઓ મુસલમાનનાં પરિવારમાં ઉછરેલા હતાં. ખુબ જ નાની ઉંમરથી સંત થઇ ગયેલાં.તેમનું શરુઆતનું નામ નિજબોધાનંદ હતું પણ કવિતાઓમાં બંધબેસતું ન હોવાથી ભગવાન શ્રી સ્વામિનારાયણે આ સંતનુ નામ પ્રેમાનંદ સ્વામી પાડેલુ. તેઓ પ્રેમભાવનાં આચાર્ય હતા. જ્યારે સારંગીના સુર સાથે તેઓ કવિતા ગાતા ત્યારે સ્વયં મુગ્ધ બનીને શ્રોતાની સાથે બેસી જતાં. તેમની એક રચના ‘વંદુ સહજાનંદ રસરુપ, અનુપમ સારને રે લોલ” પર ભગવાન શ્રી સ્વામિનારાયણ આફરિન થઇને બોલી ઉઠેલાં કે આવી રિતે જેને ભગવાનનુ ચિંતન રહે છે તેને તો અમે આ સભામાં ષાષ્ટાંગ દંડવત કરીએ એમ થાય છે” કવિની પ્રેમભક્તિનું આનાથી વધું સારુ પ્રમાણ બીજું કયું હોઇ શકે?
મીરાબાઈ
કૃષ્ણભક્તિ શાખા ની હિંદીની મહાન કવયિત્રી મીરાબાઈનો જન્મ સંવત્ ૧૫૭૩માં જોધપુરમાં મેડતા નજીક આવેલા ચોકડ઼ી નામના ગામમાં (રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલ છે) થયો હતો. તેમના પિતા રતન સિંહ, ઉદય પુરના સ્થાપક રઓ રાઠોડના વંશજ હતાં. જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે મીરાંને કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી. શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યં કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દ્રષ્ટી પડતાંજ આ મૂર્તિ મીરાં ના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેને તે બાઉલી ન મળે ત્યાં સુધી તેણે કાંઐ પણ ખવાપીવાની મનાઈ કરી દીધી. મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો.
બાળપણમાં એક સમયે મીરાં એ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, “મારા પતિ કોણ હશે?” તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો.” તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને” મીરાં ની માતા તેના મનમાં વધતાં જતાં ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેના બાળપણમાં જ તે મૃત્યુ પામી.
નાની ઉંમરમાં જ તેમનો વિવાહ (ઉદયપુરના?)ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણભક્તિમાં રુચિ લેવા લાગ્યાં હતાં.
વિવાહના થોડા જ દિવસ પછી તેમના પતિનું સ્વર્ગવાસ થઈ ગયું. પતિના પરલોકવાસ પછી તેમની ભક્તિ દિન-પ્રતિ- દિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે કૃષ્ણજીની મૂર્તિ આગળ નાચતા રહેતા હતાં
આનંદનો માહોલ તો ત્યારે બની જતો, જ્યારે મીરાના કહેવા પર રાજા મહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવડાવી દે છે. મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બનનુ કે ત્યાં સાધુ-સંતોની આવન-જાવન શરૂ થઈ ગઈ. મીરાના દિયર રાણાજીને આ પસંદ ન હતું. ઊધાજીએ પણ તેમને સમજાવ્યાં, પણ મીરા દીન-દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે.
પ્રચલિત કથા અનુસાર મીરાં વૃંદાવનમાં ભક્ત શિરોમણી જીવ ગોસ્વામીના દર્શન માટે ગયાં. ગોસ્વામી જી સાચા સાધુ હોવાથી સ્ત્રિઓને જોવું પણ અનુચિત સમજતા હતાં. તેમણે અન્દરથી જ કહવડાવ્યું કે અમે સ્ત્રીઓને નથી મળતાં, આ પર મીરાંબાઈનો ઉત્તર ખૂબ માર્મિક હતો. તેમણે કહ્યું કે વૃન્દાવનમાં શ્રીકૃષ્ણજ એક પુરુષ છે, અહીં આવી જાણ્યુ કે તેમનો એક વધુ પ્રતિદ્વન્દ્વી પેદા થઈ ગયો છે.મીરાંનો આવો મધુર અને માર્મિક ઉત્તર સાંભળી જીવ ગોસ્વામી ખુલા પગે બહા નીકળી આવ્યાં અને ખૂબ પ્રેમથી તમને મળ્યાં.આ કથાનો ઉલ્લેખ સર્વપ્રથમ પ્રિયાદાસની કવિતામાં મળે છે – ‘વૃન્દાવન આઈ જીવ ગુસાઈ જૂ સો મિલ ઝિલી, તિયા મુખ દેખબે કા પન લૈ છુટાયૌ
મીરાબાઈનું કૃષ્ણભક્તિમાં નાચવુ અને ગાવું રાજ પરિવારને સારું ન લાગ્યું. તેમણે ઘણીવાર મીરાબાઈને વિષ દઈ મારવાનો પ્રયત્ન કર્યો. ઘરવાળાના આ પ્રકારના વ્યવહારથી પરેશાન થઈ તે દ્વારકા અને વૃંદાવન ગયાં. તે જ્યાં જતાં, ત્યાં લોકોનું સન્માન મેળવતાં હતાં. લોકો તેમને દેવી જેમ પ્રેમ અને સન્માન આપતાં હતાં. આ દરમ્યાન તેમણે તુલસીદાસજીને પત્ર લખ્યો હતો :-
સ્વસ્તિ
શ્રી તુલસી કુલભૂષણ દૂષન- હરન ગોસાઈ| બારહિં બાર પ્રનામ કરહૂઁ અબ હરહૂઁ સોક-